એક સતત ચાલ્યા જ કરતું ભાગ્યનું અંધેર છું
Ek Satat Chalya Ja Kartu Bhagya nu Andher Chhu
કેતન ગાંધી
Ketan Gandhi
એક સતત ચાલ્યા જ કરતું ભાગ્યનું અંધેર છું
Ek Satat Chalya Ja Kartu Bhagya nu Andher Chhu
કેતન ગાંધી
Ketan Gandhi
કેતન ગાંધી
Ketan Gandhi
એક સતત ચાલ્યા જ કરતું ભાગ્યનું અંધેર છું,
શુભઅશુભનાં ચોપડામાં આંકડો હું તેર છું.
થોર સુક્કા છે અને આકાશ ભૂરું છે, છતાં
સાવ અમથું પરિવિહિન્ન હું વાડ પર બટેર છું.
શ્વાસનું રણ હાથ લાગ્યું ત્યાં હવે ભીનાશ શી?
લાગણીનું ગામ છું હું ઝાંઝવાનું શ્હેર છું.
એક રાજા એક રાણી વાતમાં છે, શું બળ્યું
એ જ રોજીંદા બરડ તલસાટનો કુબેર છું.
તું નથી તો હું નથી એેવો તને જો હો ભરમ,
આવી પાછી એક વેળા, જોઈ લે ચોમેર છું.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 52)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
