ek rindana gajhal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક રિન્દાના ગઝલ

ek rindana gajhal

લલિત ત્રિવેદી લલિત ત્રિવેદી
એક રિન્દાના ગઝલ
લલિત ત્રિવેદી

આવ, પ્યાલીમાં ઓગળી ગઈ છે

આજ, પ્યાલીમાં ઓગળી ગઈ છે

આપણે સાથે જીવતા તે ક્ષણો

ક્યાંક પ્યાલીમાં ઓગળી ગઈ છે

પ્યાલીમાં બિંબ તારું જોઈ અને

આંખ પ્યાલીમાં ઓગળી ગઈ છે

એક સુરજને ભૂલવા માટે

રાત પ્યાલીમાં ઓગળી ગઈ છે

પ્યાલી સુધી મને જે લાવી તે

વાત પ્યાલીમાં ઓગળી ગઈ છે

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લીકેશન
  • વર્ષ : 1983