ek pinchhun moranun - Ghazals | RekhtaGujarati

એક પીંછું મોરનું

ek pinchhun moranun

અરવિંદ ભટ્ટ અરવિંદ ભટ્ટ
એક પીંછું મોરનું
અરવિંદ ભટ્ટ

ફૂલ રાખ્યું હથેળી મહીં ભૂલમાં

આંગળીઓ બદલતી ગઈ શૂળમાં

આ પવન ખેરવે છે પીળાં પાંદડાં?

કે છુપાયું છે કોઈ કપટ મૂળમાં?

કોઈ માણસનું પગલું મળે ના કશે

ને પગરખાં છપાતાં રહે ધૂળમાં

એ જ રંગોથી સપનાંઓ રંગ્યાં હતાં

એ જ પાડી ગયાં દાગ પટકૂળમાં

એક પીછું મોરનું શોધતાં શોધતાં

છેક પહોંચી જવાયું છે ગોકુળમાં

સ્રોત

  • પુસ્તક : એક પીંછું મોરનું (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : અરવિંદ ભટ્ટ
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1995