e rite thoDighni ronak rahi - Ghazals | RekhtaGujarati

એ રીતે થોડીઘણી રોનક રહી

e rite thoDighni ronak rahi

હેમંત પુણેકર હેમંત પુણેકર
એ રીતે થોડીઘણી રોનક રહી
હેમંત પુણેકર

એ રીતે થોડીઘણી રોનક રહી

જિંદગી સાથે સતત ચકમક રહી

પગ પસારી બેસી ગઈ ઘરમાં વ્યથા

જો કદી આવી ખુશી, ઉભડક રહી

એ ટક્યા પણ કંઈ જ બદલી ના શક્યા

જેમની વૃત્તિ સ્થિતિસ્થાપક રહી

ફિટ ન બેઠા કોઈ દૃષ્ટિકોણમાં

જેમની દૃષ્ટિ બહુ વ્યાપક રહી

સંતુલન બારીક માગે છે ગઝલ

દર્દ કહેવાનું છે પણ રોચક રહી

સ્રોત

  • પુસ્તક : કાગળની નાવ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : હેમંત પુણેકર
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2022