e pachhi pa - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ પછીઃ પ

e pachhi pa

જવાહર બક્ષી જવાહર બક્ષી

તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે

દીવો કર્યા પછી તિમિરને ગવાય છે

લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?

ઘરમાંથી બ્હાર આવતાં થાકી જવાય છે

ઉત્સવ સમું શું હશે તારા અભાવમાં?

દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે

એકાંત, મૌન, શૂન્યતા, અંધારું કે સ્વયમ્

કોના ડરથી જોરથી વાતો કરાય છે?

અસ્પષ્ટતા જોઈએ તો તું પાસ આવ

મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999