રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસુમન જેવાં તમે ને દિલ હતું મારું ચમન જેવું,
તમે ચાલ્યાં ગયાં એને કરી વેરાન વન જેવું.
નહીં તો આમ ના હસવું મને આવે રુદન જેવું,
જરૂર કંઈ થઈ ગયું છે દિલની દુનિયામાં દમન જેવું.
મને લૂંટી જનારાએ અનોખી રીતથી લૂંટ્યો,
નથી રહેવા દીધું મારી કને મારાય મન જેવું.
નહીં તો પાનખરમાં આ વસંતોની મજા ક્યાંથી?
ખરેખર થઈ ગયું છે બાગમાં તમ આગમન જેવું.
તમે સાચું કહી દો સ્વર્ગ તો સાથે નથી લાવ્યાં?
મને લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું.
નહીં તો આ કૃપાને પાત્ર હું નહોતો કદી, ‘નાઝિર',
અજાણ્યે થઈ ગયું લાગે છે મારાથી નમન જેવું.
suman jewan tame ne dil hatun marun chaman jewun,
tame chalyan gayan ene kari weran wan jewun
nahin to aam na hasawun mane aawe rudan jewun,
jarur kani thai gayun chhe dilni duniyaman daman jewun
mane lunti janaraye anokhi ritthi luntyo,
nathi rahewa didhun mari kane maray man jewun
nahin to panakharman aa wasantoni maja kyanthi?
kharekhar thai gayun chhe bagman tam agaman jewun
tame sachun kahi do swarg to sathe nathi lawyan?
mane lagi rahyun chhe aaj dharti par gagan jewun
nahin to aa kripane patr hun nahoto kadi, ‘najhir,
ajanye thai gayun lage chhe marathi naman jewun

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 130)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4