રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબલિહારી તારા અંગની, ચંબેલીમાં દીઠી નહીં;
સખ્તાઈ તારા દિલની, મેં વજ્રમાં દીઠી નહીં.
મન માહરું એવું કૂંળું, પુષ્પપ્રહાર સહે નહીં;
પણ હાય! તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં
એક દિન તે અલકાવલીમાં, દીઠી'તી મુખની છબી;
પણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.
એ કંઈ જરા કર શોચ કે, મારી ઉપર શાને ગુમાન?
મેં દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં.
ગુમ્માની નુખરાબાજ ગોરી સુન્દરીઓ મન હરે;
પણ કોઈએ એ યાર સમ, તુજ સુન્દરી દીઠી નહીં.
એ! વીર! વિરહી ખોળવા, તુજને જગત કંઈકંઈ ભમ્યો;
ગિરિવર ગુહા કે કુંજકુંજે, તોય મેં દીઠી નહીં.
બાગમાં અનુરાગમાં, કે પુષ્પના મેદાનમાં;
ખોળી તને આતુર આંખે, તોય મેં દીઠી નહીં.
સરખાવી તારું તંન મેં, ખોળી ચમેલી વંનમાં;
પણ હાય! ખૂબી આજની, કરમાઈ! કાલ દીઠી નહીં.
તું તો સદા નૂતન અને આખું જગત નિત્યે જૂનું;
મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું! તેથી મેં દીઠી નહીં.
તું તો ખરી જ્યાં પ્રેમ પૂરણ, પ્રેમીનાં કાળજ બળે;
એવી દયા તો એ! ગુમાની! મેં કહીં દીઠી નહીં.
મુખચંદ્રમાં મેં દીઠી છે આખી છબી આ જગતની;
પણ આંખડી મુજમાં વસી તું, તેથી મેં દીઠી નહીં.
એ! કાળજાની કોર કાં કાપે હવે તો થઈ ચૂકી;
મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં.
કોઈ દેવ આવી કાનમાં, દે છે શિખામણ પાંસરી;
આ જગ્તની જંજાળમાં, ચતુરાઈ તો દીઠી નહીં,
જ્યાં પ્રેમ મારો જળહળે, ત્યાં તે દીધો બદલો ખરો!
તો આ જગત છોડ્યા વિના, યુક્તિ બીજી દીઠી નહીં.
એક દિન મળશે તે અધરસુધા સબૂરી બાલ! ધર;
હા! એ બધું એ છે ખરું, પણ હાલ તો દીઠી નહીં.
balihari tara angni, chambeliman dithi nahin;
sakhtai tara dilni, mein wajrman dithi nahin
man maharun ewun kunlun, pushpaprhar sahe nahin;
pan hay! tare dil daya, mein to jara dithi nahin
ek din te alkawliman, dithiti mukhni chhabi;
pan gum thai gai te gumani, tyarthi dithi nahin
e kani jara kar shoch ke, mari upar shane guman?
mein deh arpyo toy pan, dildarne dithi nahin
gummani nukhrabaj gori sundrio man hare;
pan koie e yar sam, tuj sundri dithi nahin
e! weer! wirhi kholwa, tujne jagat kanikani bhamyo;
giriwar guha ke kunjkunje, toy mein dithi nahin
bagman anuragman, ke pushpna medanman;
kholi tane aatur ankhe, toy mein dithi nahin
sarkhawi tarun tann mein, kholi chameli wannman;
pan hay! khubi aajni, karmai! kal dithi nahin
tun to sada nutan ane akhun jagat nitye junun;
mithya prpanche kyan thaki tun! tethi mein dithi nahin
tun to khari jyan prem puran, preminan kalaj bale;
ewi daya to e! gumani! mein kahin dithi nahin
mukhchandrman mein dithi chhe aakhi chhabi aa jagatni;
pan ankhDi mujman wasi tun, tethi mein dithi nahin
e! kaljani kor kan kape hwe to thai chuki;
mein to pratham kapyun supreme, toy mein dithi nahin
koi dew aawi kanman, de chhe shikhaman pansri;
a jagtni janjalman, chaturai to dithi nahin,
jyan prem maro jalahle, tyan te didho badlo kharo!
to aa jagat chhoDya wina, yukti biji dithi nahin
ek din malshe te adharasudha saburi baal! dhar;
ha! e badhun e chhe kharun, pan haal to dithi nahin

સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1942