રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકો'ક દિન ઈદ અને કો'ક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
કાંઈ અફસોસ નહીં, કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર;
આવે ને જાય એના વેઠવા શા બોજા?
કો'ક દિન ઈદ અને કો'ક દિન રોજા.
માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા;
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રૂદે હસે, રંગ નહીં દૂજા,
કો'ક દિન ઈદ અને કો'ક દિન રોજા .
હાસ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી-લાંબી લેખણે ત્યાં નોંધવી શી યાદી?
બેય કોરે આપી જવી, મુબારકબાદી:
ઘેલાં ભલે ધૂધવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઈદ અને આવો તમે રોજાં!
koka din eid ane koka din roja,
uchhle ne paDe niche jindginan mojan
kani aphsos nahin, kani nahin phikar,
koi cheej tani nahin jindgiman jikar;
awe ne jay ena wethwa sha boja?
koka din eid ane koka din roja
man male, male dhan dhan, male satta,
pan chawi biji pale khawa paDe khatta;
wah bhakhe koi ruDi ankhe wesh bhali,
ah nakhe koi bhunDi moDhe mesh Dhali,
ram maro rude hase, rang nahin duja,
koka din eid ane koka din roja
hasya kare duniyani wanjar ganDi,
kon bethun rahe eni same meet manDi?
doodh male watman ke male jher piwa,
apna to thir bale atmana diwa
lambi lambi lekhne tyan nondhwi shi yadi?
bey kore aapi jawi, mubarakbadih
ghelan bhale dhudhwe aa jindginan mojan,
awo tame eid ane aawo tame rojan!
koka din eid ane koka din roja,
uchhle ne paDe niche jindginan mojan
kani aphsos nahin, kani nahin phikar,
koi cheej tani nahin jindgiman jikar;
awe ne jay ena wethwa sha boja?
koka din eid ane koka din roja
man male, male dhan dhan, male satta,
pan chawi biji pale khawa paDe khatta;
wah bhakhe koi ruDi ankhe wesh bhali,
ah nakhe koi bhunDi moDhe mesh Dhali,
ram maro rude hase, rang nahin duja,
koka din eid ane koka din roja
hasya kare duniyani wanjar ganDi,
kon bethun rahe eni same meet manDi?
doodh male watman ke male jher piwa,
apna to thir bale atmana diwa
lambi lambi lekhne tyan nondhwi shi yadi?
bey kore aapi jawi, mubarakbadih
ghelan bhale dhudhwe aa jindginan mojan,
awo tame eid ane aawo tame rojan!
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 170)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4