disha, ke lakshya, ke uddesh, chhoD undarDa - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિશા, કે લક્ષ્ય, કે ઉદ્દેશ, છોડ ઉંદરડા

disha, ke lakshya, ke uddesh, chhoD undarDa

વિવેક કાણે વિવેક કાણે
દિશા, કે લક્ષ્ય, કે ઉદ્દેશ, છોડ ઉંદરડા
વિવેક કાણે

દિશા, કે લક્ષ્ય, કે ઉદ્દેશ, છોડ ઉંદરડા

બધાં'ય દોડે છે અહીં, તું'ય દોડ ઉંદરડા

ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ

જિંદગી ફરજિયાત હોડ ઉંદરડા

કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે

શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા

એક-બે કે હજારોની વાત છે નહીં

બધાં મળીને છે, છસ્સો કરોડ ઉંદરડા

થકાન, હાંફ, ને સપનાં વિનાની સૂની નજર

તમામ દોડનો, બસ નિચોડ ઉંદરડા

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.