રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત
rang jewun hot sundar pot to jalsa paDat
રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત,
સ્હેજ એમાં મહેક જેવું હોત તો જલસા પડત.
તું મળી એ વાતનો આનંદ દિલમાં છે જ છે,
તેં જો કીધું હોત કે તું ગોત તો જલસા પડત.
જન્મ, જીવન, ઘર, ગૃહસ્થી એ બધાની જાણ છે,
હાથ લાગ્યો હોત મારો સ્રોત તો જલસા પડત.
દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે,
જાણ કીધી હોત ને ઓ મોત તો જલસા પડત.
થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,
આ સહજતા છેકથી જો હોત તો જલસા પડત.
rang jewun hot sundar pot to jalsa paDat,
shej eman mahek jewun hot to jalsa paDat
tun mali e watno anand dilman chhe ja chhe,
ten jo kidhun hot ke tun got to jalsa paDat
janm, jiwan, ghar, grihasthi e badhani jaan chhe,
hath lagyo hot maro srot to jalsa paDat
dostone alawida na kahi shakyo tara lidhe,
jaan kidhi hot ne o mot to jalsa paDat
thak lagyo, ungh aawi, to ‘madhu’ unghi gayo,
a sahajta chhekthi jo hot to jalsa paDat

સ્રોત
- પુસ્તક : શબ્દાલય (પ્રથમ અંક) (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સમાચાર શાંતિ પ્રકાશન