betha chhiye - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બેઠા છીએ

betha chhiye

આહમદ મકરાણી આહમદ મકરાણી
બેઠા છીએ
આહમદ મકરાણી

એક પથ્થરને સનમનું નામ દૈ બેઠા છીએ,

આમ દિલને કેવું કપરું કામ દૈ બેઠા છીએ!

જાય છે થોડો સમય, આવે ફરી મારા ઘરે;

વેદનાને જ્યારથી બસ ઠામ દૈ બેઠા છીએ.

વાદળાં બે-ચાર આડે રોશનીની હોય છે-

સાવ નાહક કોઈને ઈલ્ઝામ દૈ બેઠા છીએ.

ક્યાંય પગરવ જિંદગીનો એટલે સંભળાય ના,

શ્વાસની કેવી ગલી સુમસામ દૈ બેઠા છીએ.

યાદ કરવા જાઉં તો પણ યાદ આવે ના હવે;

એક વીંટી કોઈને ગુમનામ દૈ બેઠા છીએ.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999