dilma khushbu aankhma shabanam - Ghazals | RekhtaGujarati

દિલમાં ખુશ્બુ આંખમાં શબનમ

dilma khushbu aankhma shabanam

અકબરઅલી જસદણવાળા અકબરઅલી જસદણવાળા
દિલમાં ખુશ્બુ આંખમાં શબનમ
અકબરઅલી જસદણવાળા

દિલમાં ખૂશ્બુ આંખમાં શબનમ

જીવન મારું ફૂલની મોસમ

તું શું જાણે પ્યાસ અમારી,

શાના તોબા, શાનો સંયમ?

દૃષ્ટિ એવું શું દેખી ગઈ;

ઝાખું ઝાંખું લાગે આલમ.

આવ તને હું સમજાવી દઉં,

ગંગાજળ છે આબે ઝમઝમ.

મારી ખામોશી દીવા જેવી,

એની વાતો મોઘમ મોઘમ.

બોલું તો અલ્લાહો 'અકબર'

મૌન ધરું તો 'સોહમ-સોહમ'.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ