diivaal par hatii je chhabii kyaan hriday vase - Ghazals | RekhtaGujarati

દીવાલ પર હતી જે છબી ક્યાં હૃદય વસે

diivaal par hatii je chhabii kyaan hriday vase

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
દીવાલ પર હતી જે છબી ક્યાં હૃદય વસે
હરીન્દ્ર દવે

દીવાલ પર હતી જે છબી ક્યાં હૃદય વસે!

કોઈ અજાણ્યું જાણે હવે બ્હાવરું હસે.

ધુમ્મસ સધન થયું અને પડદો બની ગયું,

વાતાવરણની કેદ છે, ક્યાંથી કોઈ ખસે!

મારી નજરથી ક્યાંક કશું ઊડતું રહે,

તારા હૃદયમાં કેમ કશું આમ તસતસે!

રજકણ ઊડે છે આંખને ખટકાથી મીંચતો;

સોનું થવા પથ્થરો અથડાય પારસે.

ચહેરામાં લાલ રંગ અચાનક ઊગી ગયો,

જાણું મારો હાથ મુકાયો કઈ નસે!

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ