રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોધૂંધળા દીવા સમું આઘેથી દેખાતું હતું.
ને નિકટ જઈને નિહાળ્યું તો હૃદય બળતું હતું!
ચાર કેસૂડાંઓ તરફડતાં રહ્યાં વૈશાખમાં,
ને જગત આખુંય એના રંગથી રાતું હતું!
પાંચદશ ભીનાશવાળા શબ્દ બહેલાવી ગયા
લાગણીની શકયતાનું હોઠ પર કંકુ હતું.
ડાયરીનાં એકબે પાનાંઓ ખેાવાઈ ગયાં
એ જ પાના પર તમારું નામ-સરનામું હતું!
સ્પર્શની બારી ઉઘાડીને તરત ભાગી ગયું
ટેરવાં પર એક સ્પંદનનું હરણ બેઠું હતું.
ટોડલા પર પ્રેમનાં તોરણ સતત બાંધી ગયો
આમ તો જીવન આ મનહરનું બહુ સૂકું હતું.
dhundhla diwa samun aghethi dekhatun hatun
ne nikat jaine nihalyun to hriday balatun hatun!
chaar kesuDano taraphaDtan rahyan waishakhman,
ne jagat akhunya ena rangthi ratun hatun!
panchdash bhinashwala shabd bahelawi gaya
lagnini shakaytanun hoth par kanku hatun
Dayrinan ekbe panano kheawai gayan
e ja pana par tamarun nam sarnamun hatun!
sparshni bari ughaDine tarat bhagi gayun
terwan par ek spandananun haran bethun hatun
toDla par premnan toran satat bandhi gayo
am to jiwan aa manaharanun bahu sukun hatun

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 100)
- સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981