dhiime dhiime vruddhi paamii vruddh thaa - Ghazals | RekhtaGujarati

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા

dhiime dhiime vruddhi paamii vruddh thaa

દિનેશ ડોંગરે 'નાદાન' દિનેશ ડોંગરે 'નાદાન'
ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા
દિનેશ ડોંગરે 'નાદાન'

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા;

કા પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા.

સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે;

છે શરત એકજ ભીતરથી શુદ્ધ થા.

તું નરોવા કુંજરો વા કર નહી;

મારી સાથે કા પછી વિરુદ્ધ થા.

બહું નુકસાન કરશે જાતને;

તું નજીવા કારણે ના ક્રુદ્ધ થા.

તો 'નાદાન' અંતિમ ધ્યેય છે;

નામ ઈશ્વરનું લઈ સમૃદ્ધ થા.

સ્રોત

  • પુસ્તક : અર્થ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : દિનેશ ડોંગરે 'નાદાન'
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2010