nikalya! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નીકળ્યા!

nikalya!

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
નીકળ્યા!
અમૃત ઘાયલ

ના હિન્દુ નીકળ્યા, મુસલમાન નીકળ્યા,

કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઈથી પ્રેમના અરમાન નીકળ્યા,

જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડ્યાં બિન્દુય મોતીઓ,

મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં!

રંગ જેને જીવ સમા જાળવ્યા હતાં.

રંગ એક રાતના મહેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,

કિન્તુ કરાર ક્લેશનાં મેદાન નીકળ્યાં.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,

આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,

‘ઘાયલ’, શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983