deje mane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દેજે મને

deje mane

ભરત વિંઝુડા ભરત વિંઝુડા

આવ અથવા તારા સુધી આવવા દેજે મને,

ખોલ નહીં પણ બારણું ખખડાવવા દેજે મને.

કોઈ તારી ડાયરી મારે નથી જોવી અહીં,

આવ જો સામે તો આંખો વાંચવા દેજે મને.

હાજરી તારી અહીં વરતાય એવું રાખજે,

જગતનાં દુઃખ બીજાં તું ભૂલવા દેજે મને.

ઊંઘમાં આવું નહીં હું તારી પાસે સ્વપ્નમાં,

ઊંઘતી વેળા હંમેશાં જાગવા દેજે મને.

ચિત્ર તારાથી વધારે ખૂબસૂરત થાય છે,

આમ તારી કલ્પનાઓમાં જવા દેજે મને.

સ્રોત

  • પુસ્તક : ભરતકામ (પૃષ્ઠ ક્રમાંક 445)
  • સર્જક : ભરત વિંઝુડા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2020