tamne smarya wagar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમને સ્મર્યા વગર

tamne smarya wagar

મનહર મોદી મનહર મોદી
તમને સ્મર્યા વગર
મનહર મોદી

જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર?

પાંપણ કદી રહી શકે મટકું ભર્યા વગર?

ચાલ્યાં મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો

કળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર

હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ

આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર

ડૂબી ગયો તો આપનું સાન્નિધ્ય સાંપડ્યું

પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર

મંઝિલ મળી છે એમ કહું તો ભ્રમ હશે

પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર

દર્શન નયનનાં પામવા દૃષ્ટિ થવું પડે

ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 258)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004