રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજગતમાં આપનાથી ક્યાં કોઈ સારી હવેલી છે
jagatman apnathi kyan koi sari haweli chhe
જગતમાં આપનાથી ક્યાં કોઈ સારી હવેલી છે,
પરંતુ કેમ એને ત્યાં હવા ઉપર ચણેલી છે?
મને સમજાય એ પહેલા એ સમજી જાય છે વાતો,
કે મારી લાગણી મારાથી બહુ સારું ભણેલી છે.
તરત ઊભા જ થઈને ચાલતી પકડી, ના રોકાયો,
પવન પર વિશ્વને ઘમરોળવાની ધૂન ચડેલી છે.
તને જોયાની ઘટના યાદ પણ ના સ્પષ્ટ એવી કંઈ
તને જોયા પછીથી આંખમાં ઝાંખપ વળેલી છે.
બનાવું છું દિવસભર જાતને, સાંજે જતો તૂટી,
આ કોણે સાદડી ગુંથી અને પાછી ઊકેલી છે.
jagatman apnathi kyan koi sari haweli chhe,
parantu kem ene tyan hawa upar chaneli chhe?
mane samjay e pahela e samji jay chhe wato,
ke mari lagni marathi bahu sarun bhaneli chhe
tarat ubha ja thaine chalti pakDi, na rokayo,
pawan par wishwne ghamrolwani dhoon chaDeli chhe
tane joyani ghatna yaad pan na aspasht ewi kani
tane joya pachhithi ankhman jhankhap waleli chhe
banawun chhun diwasbhar jatne, sanje jato tuti,
a kone sadDi gunthi ane pachhi ukeli chhe

સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ