રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું શિષ્ટાચારનું આજે તો ઉલ્લંઘન કરી લઉં છું,
ગમે એવું પ્રણયમાં તેને સંબોધન કરી લઉં છું.
નિરાળી રીત છે, ઓ દિલ! અહીં દુનિયાને જોવાની,
મળે છે મિત્ર મુજને કોઈ, તો દુશ્મન કરી લઉં છું.
મને ડર છે, આ મારી બદનસીબીના રઝળવાનો,
નહિતર ભાગ્યનું તો ખુદ હું સંચાલન કરી લઉં છું!
તને કંઈ મારી મજબૂરીનું મળશે માપ આ પરથી,
મળી ના જોઈતી વસ્તુ તો મોટું મન કરી લઉં છું.
મને મારી સફળતાનું કોઈ ધોરણ નહીં પૂછો,
વખત પર હાથ આવે, એને હું સાધન કરી લઉં છું.
ફિદા છું મારી મંજિલના બધા મૂંગા સહારા પર,
મળે છે માર્ગમાં પગલાં તો હું વંદન કરી લઉં છું.
નજર લાગી જવાનો જેમને ડર હોય છે, ‘નૂરી’!
હું બંધ આંખો કરીને એમનાં દર્શન કરી લઉં છું.
hun shishtacharanun aaje to ullanghan kari laun chhun,
game ewun pranayman tene sambodhan kari laun chhun
nirali reet chhe, o dil! ahin duniyane jowani,
male chhe mitr mujne koi, to dushman kari laun chhun
mane Dar chhe, aa mari badansibina rajhalwano,
nahitar bhagyanun to khud hun sanchalan kari laun chhun!
tane kani mari majburinun malshe map aa parthi,
mali na joiti wastu to motun man kari laun chhun
mane mari saphaltanun koi dhoran nahin puchho,
wakhat par hath aawe, ene hun sadhan kari laun chhun
phida chhun mari manjilna badha munga sahara par,
male chhe margman paglan to hun wandan kari laun chhun
najar lagi jawano jemne Dar hoy chhe, ‘nuri’!
hun bandh ankho karine emnan darshan kari laun chhun

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 145)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4