Lyo Gayi Zoli, Ne Sangaharvu Gayu - Ghazals | RekhtaGujarati

લ્યો ગઈ ઝોળી, ને સંઘરવું ગયું

Lyo Gayi Zoli, Ne Sangaharvu Gayu

રઈશ મનીઆર રઈશ મનીઆર
લ્યો ગઈ ઝોળી, ને સંઘરવું ગયું
રઈશ મનીઆર

લ્યો! ગઈ ઝોળી, ને સંઘરવું ગયું

ખૂલ્યો ખોબો, કરગરવું ગયું

ડૂબવાથી ડૂબવાનો ડર ગયો

જળ ગયું, હોડી ગઈ, તરવું ગયું

આમ થઈ ગઈ આખી દુનિયા આપણી

આમ બસ પોતાનું ખેતરવું ગયું

વાંચતા શીખ્યો હવામાં દસ્તખત

પથ્થરો પર નામ કોતરવું ગયું

હું અમર, પળ અમર, જીવી લીધું

કાળ છૂટ્યો, પળ મરવું ગયું

સ્રોત

  • પુસ્તક : આમ લખવું કરાવે અલખની સફર (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સર્જક : રઈશ મનીઆર
  • પ્રકાશક : શબ્દ ક્રિયેટીવ કૉમ્યુનિકેશન, સુરત
  • વર્ષ : 2017
  • આવૃત્તિ : તૃતીય આવૃત્તિ