je kani bhitar chhe upar awshe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જે કંઈ ભીતર છે ઉપર આવશે

je kani bhitar chhe upar awshe

હનીફ સાહિલ હનીફ સાહિલ
જે કંઈ ભીતર છે ઉપર આવશે
હનીફ સાહિલ

જે કંઈ ભીતર છે ઉપર આવશે

સ્થિર જળ પર એક પથ્થર આવશે

હવાઓના ટકોરા સાંભળી

ખોલશો બારી તો એક શર આવશે

દેહ માટીનો લઈ ચાલ્યા તો છો

રાહમાં આગળ સમંદર આવશે

ક્યાં સુધી ગંભીર રહી શકશે નગર

હાથમાં લઈ કોઈ પથ્થર આવશે

રાહ જોઈ દ્વાર પર બેસી રહો

જે કોઈ બાહર છે અંદર આવશે

સ્રોત

  • પુસ્તક : પર્યાય તારા નામનો (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : હનીફ સાહિલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1985