tabibo pasthi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તબીબો પાસથી

tabibo pasthi

બેફામ બેફામ
તબીબો પાસથી
બેફામ

તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને.

જગત સામે ઊભેલું હતું દર્દો નવાં લઈને.

ગમી પણ જાય છે ચહેરા કોઈ, તો એમ લાગે છે-

પધાર્યાં છો તમે ખુદ રૂપ જાણે જૂજવાં લઈને.

તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,

નહીં તો હું નીકળી જાત રણથી ઝાંઝવાં લઈને.

સફરના તાપમાં માથા ઉપર એનો છાંયો છે,

હું નીકળ્યો છું નજરમાં મારાં ઘરનાં નેજવાં લઈને.

બધાનાં બંધ ઘરનાં દ્વાર ખખડાવી ફર્યો પાછો,

અને પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને.

કરું છું વ્યક્ત માટે એને ગાઈ ગાઈને,

ગળે આવી ગયો છું હું અનુભવ અવનવા લઈને.

હું રજકણથી હલકો છું તો પર્વતથીય ભારે છું,

મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.

સુખી જનની પડે દૃષ્ટિ તો ઈર્ષા કરે મારી,

હું આવ્યો છું ઘણાં એવાં દુઃખો પણ આગવાં લઈને.

ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,

નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને.

સ્રોત

  • પુસ્તક : પ્યાસ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : બરકત વિરાણી ‘બેફામ’
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 3