khoob sambhri tane mein bahu raDi chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખૂબ સાંભરી તને મેં બહુ રડી છે

khoob sambhri tane mein bahu raDi chhe

દિલીપ વ્યાસ દિલીપ વ્યાસ
ખૂબ સાંભરી તને મેં બહુ રડી છે
દિલીપ વ્યાસ

ખૂબ સાંભરી તને મેં બહુ રડી છે,

તું હમેશાં છીપમાં મોતી બની છે.

જાત સાથે પણ લડી ચાહી તને મેં,

તું હમેશાં યુદ્ધનું કારણ બની છે!

કોઈ ક્ષણ તારી નિકટ લાવી શકી નહીં,

મેં સમયની નાડ અંતે પારખી છે.

મારી આંખોમાં ચરણ-ચિહ્નો મૂકીને-

તું કોઈની આંખમાં ચાલી ગઈ છે.

દર્દ થઈને રહી ગઈ તું થોડી-થોડી,

આખ્ખે-આખ્ખી તુંય તે ક્યાં જઈ શકી છે?

સ્રોત

  • પુસ્તક : ઊભો છે સમય બહાર (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સર્જક : દિલીપ વ્યાસ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1984