yuddhna ghaw - Ghazals | RekhtaGujarati

યુદ્ધના ઘાવ

yuddhna ghaw

આત્મારામ  ડોડિયા આત્મારામ ડોડિયા
યુદ્ધના ઘાવ
આત્મારામ ડોડિયા

યુદ્ધનો તો અંત આવ્યો પણ બધું બિસ્માર ત્યાં

રાખમાંથી શોધવાની છે નવી સવાર ત્યાં

ઘાવ એવા યુદ્ધના કે શક્યતા પણ ખરી

કોઇની પાસે કદાચિત હોય ના ઉપચાર ત્યાં

કોણ લાવી આપશે પિતા પતિ કે પુત્રને?

ચીસ જે મુંગી હતી તે પાડશે પોકાર ત્યાં

યુદ્ધને ટાળી શકાયું હોત પણ તે ના બન્યું

યુદ્ધનો વિરોધ કરનારાય ગુનેગાર ત્યાં

શોધકર્તાઓય દુ:ખી શસ્ત્રના ઉપયોગથી

ના કહી શકાય પીડા એટલા લાચાર ત્યાં

સ્રોત

  • પુસ્તક : શ્વાસ અને નિઃશ્વાસની વચ્ચે
  • સર્જક : Aatmaram Dodiya
  • વર્ષ : 2022