wakhto wakhat - Ghazals | RekhtaGujarati

વખતો વખત

wakhto wakhat

પથિક પરમાર પથિક પરમાર
વખતો વખત
પથિક પરમાર

છે અચંભાથી ભરેલું જગત,

નાત-જાતોનાં અહીં ભેદો સખત.

કોઈ ઊંચો કોઈ નીચો કઈ રીતે?

આખરે છે વારસાગત રમત.

બંગલાને ઝૂંપડાથી વેર છે,

યુદ્ધ બસ ચાલ્યા કરે વખતોવખત.

ગામ ચોખ્ખું રાખવાની ભેખમાં,

કર્મના અર્થો થયા કેવા ગલત?

વર્ણ-વ્યવસ્થાનો હેતું ક્યાં સર્યો?

બસ મળ્યા છે ભેદભાવો કારગત

ઝેર ક્યમ અસ્પૃશ્યતાનું ઊતરે?

બોલ, ગઝલો હું નકર શાને લખત?

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સર્જક : પથિક પરમાર
  • પ્રકાશક : ગુજરાત દલિત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2003