aghat lakhun chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આઘાત લખું છું

aghat lakhun chhun

પથિક પરમાર પથિક પરમાર
આઘાત લખું છું
પથિક પરમાર

હું તો મારી વાત લખું છું

થોડા પ્રત્યાઘાત લખું છું

કર્મોની બારાત લખું છું

હું કેવળ ઉત્પાત લખું છું

પેલ્લી છેલ્લી ઓળખ છે

તેથી મારી જાત લખું છું

ધર્મ ક્યો છે? તેની સામે

અંતરનો આઘાત લખું છું

ક્રિયાકાંડ છે ભામણવાદી

ફતવો રાતોરાત લખું છું

ગામ હોય ત્યાં હોય ઉકરડો

ચોરાની પંચાત લખું છું

હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ

શાંતિની સોગાત લખું છે

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : પથિક પરમાર
  • પ્રકાશક : ગુજરાત દલિત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2003