રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભાત એની એ જ છે આજેય પણ
જાત એની એ જ છે આજેય પણ
ક્યાં કશો બદલાવ આવ્યો છે અહીં?
ઘાત એની એ જ છે આજેય પણ
થાવ શિક્ષિત, સંગઠિત, લડતા રહો,
વાત એની એ જ છે આજેય પણ
ગામ બારા વાસ ને અસ્પૃશ્યતા
લાત એની એ જ છે આજેય પણ
હેં!? સફાઈકામદારો કોણ છે?
નાત એની એ જ છે આજેય પણ
bhat eni e ja chhe aajey pan
jat eni e ja chhe aajey pan
kyan kasho badlaw aawyo chhe ahin?
ghat eni e ja chhe aajey pan
thaw shikshit, sangthit, laDta raho,
wat eni e ja chhe aajey pan
gam bara was ne asprishyata
lat eni e ja chhe aajey pan
hen!? saphaikamdaro kon chhe?
nat eni e ja chhe aajey pan
bhat eni e ja chhe aajey pan
jat eni e ja chhe aajey pan
kyan kasho badlaw aawyo chhe ahin?
ghat eni e ja chhe aajey pan
thaw shikshit, sangthit, laDta raho,
wat eni e ja chhe aajey pan
gam bara was ne asprishyata
lat eni e ja chhe aajey pan
hen!? saphaikamdaro kon chhe?
nat eni e ja chhe aajey pan
સ્રોત
- પુસ્તક : બહિષ્કૃત (પૃષ્ઠ ક્રમાંક 21)
- સર્જક : પથિક પરમાર
- પ્રકાશક : ગુજરાત દલિત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2003