chhe taur eno ewo koini paDi nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છે તૉર એનો એવો કોઈની પડી નથી

chhe taur eno ewo koini paDi nathi

અદમ ટંકારવી અદમ ટંકારવી
છે તૉર એનો એવો કોઈની પડી નથી
અદમ ટંકારવી

છે તૉર એનો એવો કોઈની પડી નથી

ગામમાં જાણે કે બીજી છોકરી નથી

અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર

બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી

પ્રતિબિંબ પણ કોઈનું એમાં હોવું જોઈએ

કાચની તકતી ફક્ત આરસી નથી

પંડિતજી પોથીમાં શું શોધો છો ક્યારના

ત્યાં સ્વર્ગથી અપસરા કોઈ ઊતરી નથી

આપણા સમયનો છે યુગબોધ એટલો

બાળક હવે બાળક નથી, પરી પરી નથી

હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ

આંખ શું જે આંખમાં તારી છબી નથી

એને તે એટલી તો ફટવી દીધી ‘અદમ’

કે ગઝલ કોઈને હવે ગાંઠતી નથી

સ્રોત

  • પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 196)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2014