chhe phakt risamanun jhaghDo nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છે ફક્ત રિસામણું ઝઘડો નથી

chhe phakt risamanun jhaghDo nathi

અદમ ટંકારવી અદમ ટંકારવી
છે ફક્ત રિસામણું ઝઘડો નથી
અદમ ટંકારવી

છે ફક્ત રિસામણું ઝઘડો નથી

ગઝલ ડૂસકું છે ઠૂઠવો નથી

કોઈ બાળક થાય રાજી જોઈને

એટલો ભોળો કોઈ ચહેરો નથી

પાવા ક્યાં વાગે છે મારા શ્વાસમાં

તારી આંખોમાં હવે મેળો નથી

તળિયાઝાટક છે ઉમંગો એમના

ને અમારો હર્ષ તો માતો નથી

હસતાંહસતાં એને પી નાખો હવે

ઘૂંટડો કંઈ એટલો કડવો નથી

ચોરપગલે પંડમાં પાછા વળો

વગર બીજો કોઈ રસ્તો નથી

કોઈ મુશ્કેટાટ બાંધે છે મને

ગઝલ લખ્યા વગર છૂટકો નથી

કહેવા સુણવાનો લ્હાવો છે અદમ

શબ્દ કેવળ શબ્દ છે દાવો નથી

સ્રોત

  • પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2014