pigli jashe jawani shodhman - Ghazals | RekhtaGujarati

પીગળી જાશે જવાની શોધમાં

pigli jashe jawani shodhman

અબ્દુલ વાહીદ ‘સોઝ’ અબ્દુલ વાહીદ ‘સોઝ’
પીગળી જાશે જવાની શોધમાં
અબ્દુલ વાહીદ ‘સોઝ’

પીગળી જાશે જવાની શોધમાં,

તાપ છે એવો કલાની શોધમાં.

એમ શરમાઈને શોધે ઓઢણી,

ચાંદ જાણે વાદળાની શોધમાં.

માના ખોળેથી ગયો મંગળ સુધી,

આજનો બાળક દડાની શોધમાં.

દુઃખમાં ક્યાં દમ છે કે અડકે મને,

હું હતો પોતે બલાની શોધમાં.

સમયનો અશ્વ થાકે તો પછી,

નીકળું હું કાચબાની શોધમાં.

છાપરા જેવુંય માથે ના રહ્યું,

કલ્પવૃક્ષી છાંયડાની શોધમાં.

***