ચમન, તુજને સુમન મારી જ માફક છેતરી જાશે.
પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખૂબ દુનિયા લઈને હું ઘડાયો’તો,
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.
ફના થવાને આવ્યો’તો પરંતુ એ ખબર નહોતી,
કે મુજને બાળવા પહેલાં સ્વયમ દીપક ઠરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મરણને બાદ પણ “કૈલાસ”ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.
chaman, tujne suman mari ja maphak chhetri jashe
pratham e pyar karshe ne pachhi jakhmo dhari jashe
anubhaw khoob duniya laine hun ghaDayo’to,
khabar nahoti tamari aankh mujne chhetri jashe
phana thawane awyo’to parantu e khabar nahoti,
ke mujne balawa pahelan swyam dipak thari jashe
bharelo jam mein Dholi didho’to ewa ashaythi,
hashe jo lagni ena dile, pachho bhari jashe
maranne baad pan “kailas”ne bas rakhjo em ja,
kaphan oDhaDwathi lashni shobha mari jashe

સ્રોત
- પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1995