tara wishe kashunya kahewun nahin game - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારા વિશે કશુંય કહેવું નહીં ગમે

tara wishe kashunya kahewun nahin game

મનહર મોદી મનહર મોદી
તારા વિશે કશુંય કહેવું નહીં ગમે
મનહર મોદી

તારા વિશે કશુંય કહેવું નહીં ગમે

મારા મુખે તો હું તને પથ્થર નહીં કહું

ભટકી રહ્યા છે શ્વાસ અજાણી જગા ગણી

હું જ્યાં રહું છું એને મારું ઘર નહીં કહું

ચહેરો જામે જોઉં છું તારા અવાજનો

વાંચી રહ્યો છું એમને અક્ષર નહીં કહું

મૂકી દીધી છે આંખમાં મંઝિલના નામથી

વાગી હતી તે કાલને ઠોકર નહીં કહું

રસ્તો જુએ છે આભને, એવી રીતે તને

જોયા કરું છું એમ ખરેખર નહીં કહું

સ્રોત

  • પુસ્તક : ૧૧ દરિયા (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સર્જક : મનહર મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)