koina paglaman Dag bharto nathi - Ghazals | RekhtaGujarati

કોઈના પગલામાં ડગ ભરતો નથી

koina paglaman Dag bharto nathi

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
કોઈના પગલામાં ડગ ભરતો નથી
ખલીલ ધનતેજવી

કોઈના પગલામાં ડગ ભરતો નથી,

હું મને ખુદને અનુસરતો નથી.

શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં

હું ભરોસો શ્વાસનો કરતો નથી.

મારે કાયમ એક ચહેરો છે ફક્ત,

હું કદી દર્પણને છેતરતો નથી.

ક્યાંક નાછૂટકે દુવા માગી લઉં,

હું ખુદાને રોજ વાપરતો નથી.

કંઈક ફરિશ્તાઓ વગોવાઈ જશે,

એટલે ભૂતકાળ ખોતરતો નથી.

ચાહું તો ખુદને સમેટી પણ શકું,

હું વધારે પડતો વિસ્તરતો નથી.

ને ખલીલ પારધીની વાત ક્યાં,

લોભ પણ ક્યાં જાળ પાથરતો નથી.

સ્રોત

  • પુસ્તક : સૂર્યમુખી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2020