ewun tane kani yaad chhe - Ghazals | RekhtaGujarati

એવું તને કંઈ યાદ છે

ewun tane kani yaad chhe

એવું તને કંઈ યાદ છે

હાથ આડા કોઈ ચહેરાની ઉપર ધરતું હતું એવું તને કંઈ યાદ છે

રેશમી ગુલમહોર જેવું આંખથી ખરતું હતું એવું તને કંઈ યાદ છે

પાંખમાં કલરવ હશેની કલ્પના તો સાવ લીલીછમ બની સ્પર્શી ગઈ

પણ હથેળીમાં કોઈ ખાલીપણું ભરતું હતું એવું તને કંઈ યાદ છે

હે પ્રવાસી, આપણે કયા પ્રેમ જેવા શબ્દના વિસ્તાર જેવું કંઈ હતું

તે છતાં સંબંધનું પોલાણ વિસ્તરતું હતું એવું તને કંઈ યાદ છે

કેટલી નક્કર પ્રયત્નોની હતી વ્યર્થતા કંઈ સાંભરે છે કે તને

સૂર્યની પીળાશમાં કોઈ દીવો ધરતું હતું એવું તને કંઈ યાદ છે

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ