ભીંત પાડે છે રાડ જોઈ લે
bhiint paade chhe raad joi le
રાકેશ હાંસલિયા
Rakesh Hansaliya
રાકેશ હાંસલિયા
Rakesh Hansaliya
ભીંત પાડે છે રાડ જોઈ લે,
આ વકરતી તિરાડ જોઈ લે.
છાંયડો શોધવા ક્યાં ભટકે છે?
તારી ભીતર છે ઝાડ જોઈ લે.
કેવી બેઠી છે વાડના ખમ્ભે!
બાળ-વેલીના લાડ જોઈ લે.
નિત કરે છે અસીમનું અપમાન,
તેં બનાવેલ વાડ જોઈ લે.
આ જગતનું નિદાન રે'વા દે,
તું પ્રથમ તારી નાડ જોઈ લે.
કેવો સોપો પડી ગયો. 'રાકેશ'!
મૃત્યુએ પાડી ધાડ જોઈ લે.
સ્રોત
- પુસ્તક : ગઝલવિશ્વ : ૨૦૧૩ (પૃષ્ઠ ક્રમાંક 46)
- સંપાદક : રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર, ગાંધીનગર
