beshumar - Ghazals | RekhtaGujarati

બેશુમાર

beshumar

ચિનુ મોદી ચિનુ મોદી
બેશુમાર
ચિનુ મોદી

દૃશ્યો છે, બેશુમાર છે

આંખો છે કે વખાર છે?

આકાશે ધક્કો માર્યો.

ખરતા તારે સવાર છે.

ગુલામપટ્ટો પ્હેરાવે

ઇચ્છાઓનું બજાર છે.

પરપોટામાં ફરે હવા

જળ મધ્યેનો વિહાર છે.

મેં દીઠી છે સુગંધને

પતંગિયાનો પ્રકાર છે.

મેં સારેલાં આંસુઓ

તારે નામે ઉધાર છે.

નામ જવા દો ઈશ્વરનું

ગામ આખાનો ઉતાર છે.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012