pinjarna ek bhaganun pakshikran thayun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પિંજરના એક ભાગનું પક્ષીકરણ થયું

pinjarna ek bhaganun pakshikran thayun

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
પિંજરના એક ભાગનું પક્ષીકરણ થયું
મુકુલ ચોક્સી

પિંજરના એક ભાગનું પક્ષીકરણ થયું.

છાતીના કલબલાટ વિશે શું કહું બીજું?

તારી નિરાંતમયતા મને, ‘કેમ છો?’ –પૂછે,

ટોળાત્મકાયેલો હું હસી લઉં ઘણું ખરું.

ઘડિયાળ અથવા ઘાસ બન્યો હોઉં રીતે,

મારે લણાતા અથવા ક્ષણાતા જવું પડ્યું.

સ્વપ્નાપ્રચૂર ઊંધનું ખાલી હતું નગર!

કે પારદર્શિકાઓ વડે ભર્યું હતું!

ભીંતેશ્વરાય નમ: કહી હાથ જોડ્યા બાદ,

સાષ્ટાંગવત દશામાં પલંગસ્થ થઈ જવું.

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001