aapni pase nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આપણી પાસે નથી

aapni pase nathi

હરજીવન દાફડા હરજીવન દાફડા
આપણી પાસે નથી
હરજીવન દાફડા

શ્વાસના ચોક્કસ હિસાબો આપણી પાસે નથી,

આપણા બરના જવાબો આપણી પાસે નથી.

વૈભવી સામાનથી છલકાય છે ઘર આપણા,

કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી.

સહેજ અમથું સૂંઘવાથી આયખું મહેકી ઊઠે,

એટલા સુરભિત ગુલાબો આપણી પાસે નથી.

એકબીજાનો પરિચય આપવો કેવી રીતે,

આજ પણ અસલી રુઆબો આપણી પાસે નથી.

એક ઊંચા કૂદકે આકાશને આંબી શકે,

એટલા મજબૂત ખ્વાબો આપણી પાસે નથી.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ