be ghaDiman to ritu kewiy paltai gai - Ghazals | RekhtaGujarati

બે ઘડીમાં તો ઋતુ કેવીય પલટાઈ ગઈ

be ghaDiman to ritu kewiy paltai gai

જાતુષ જોશી જાતુષ જોશી
બે ઘડીમાં તો ઋતુ કેવીય પલટાઈ ગઈ
જાતુષ જોશી

બે ઘડીમાં તો ઋતુ કેવીય પલટાઈ ગઈ,

ફૂલ ખીલેલું રહ્યું ને ડાળ કરમાઈ ગઈ.

ઓરડાની છત અગાસીની ફરશનો ભાગ છે,

આપણી સાચી જગા બસ એમ સમજાઈ ગઈ.

આંખ ઇચ્છે તોય તે પ્રતિબિંબ ઝીલે કઈ રીતે?

કે અચાનક દૃશ્યની સેર વિખરાઈ ગઈ.

કાંઈ પણ જોતી હો એમ જે છે હવે

દૃશ્ય આવ્યાં એમ કૈં કે આંખ બદલાઈ ગઈ

પાનખરમાં વનભૂમિ પર પાંદડાં જોયાં હશે,

મન ઉપર પીળી ઉદાસી એમ પથરાઈ ગઈ.

આપણે અંધારને કઈ હદ સુધી ચાહ્યો હશે?

રાત જ્યાં વીતી ગઈ ત્યાં આંખ મીંચાઈ ગઈ.

સ્રોત

  • પુસ્તક : પશ્યંતીની પેલે પાર (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સર્જક : જાતુષ જોશી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2011