batan nathi kadi, kyarek kyank gaj nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બટન નથી કદી, ક્યારેક ક્યાંક ગાજ નથી

batan nathi kadi, kyarek kyank gaj nathi

વિવેક કાણે વિવેક કાણે
બટન નથી કદી, ક્યારેક ક્યાંક ગાજ નથી
વિવેક કાણે

બટન નથી કદી, ક્યારેક ક્યાંક ગાજ નથી

બધું’ય સરખું હો, એવો કોઈ સમાજ નથી

બહર, રદીફ અને કાફિયા ટકોરાબંધ

અને જુઓ તો ગઝલમાં કશી મઝા નથી

બહરના અંતમાં ‘લલગા' કે ‘ગાગા' પણ આવે

‘લગાલગા લલગાગા લગાલગા' નથી

નકાર, જાકારો અથવા ઉપેક્ષા દઈ દઈએ

અમે નસીબને કોઠું તો આપતા નથી

કશું’ય આપવા-લેવાનું ક્યાં પ્રયોજન છે?

તમારે દ્વાર કશા હેતુથી ઊભા નથી

તરત નીકળવું, કે થોડીકવાર થોભી જવું?

જવાનું નક્કી છે, એના વિષે દ્વિધા નથી

પરાઈ પીડ, ભળી ગઈ છે મારી પીડામાં

મિશ્ર રાગ છે, સીધો સરળ ખમાજ નથી

સમયના ન્હોર ઘણાં તીણાં છે, માન્યું પણ

સમય ભરી શકે એવો કોઈ ઘા નથી

જે છે તે છે, અને જે ‘સહજ’ નથી તે નથી

ખપે તો લઈ લો, અમે બીજું બોલતા નથી.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.