બજારમાંથી હું ચશ્માં નવાં લઈ આવ્યો
Bajarmathi hun chashmaan navaan laii aavyo
રમેશ પારેખ
Ramesh Parekh
બજારમાંથી હું ચશ્માં નવાં લઈ આવ્યો
Bajarmathi hun chashmaan navaan laii aavyo
રમેશ પારેખ
Ramesh Parekh
રમેશ પારેખ
Ramesh Parekh
બજારમાંથી હું ચશ્માં નવાં લઈ આવ્યો
ને બીલ પેટે મારી બેઉ આંખ દઈ આવ્યો
ક્યાંક વરસાદ પડ્યો, ધોરિયા દડ્યા તે વાત
હું બાલ્યકાળની મારી છબીને કહી આવ્યો
હું જંગલોમાં ગુલમહોરની કરતો'તો તલાશ
ને એ દુકાનના શો–કેસમાં મળી આવ્યો
મને ખબર છે, ભરી'તી મેં પેનમાં શાહી
લખ્યું – તો કાગળો ઉપર સમુદ્ર વહી આવ્યો
ખબર નહોતી નહીં બહાર જઈ શકાય, રમેશ
હું કાચ જેવા નગરમાં તિરાડ થઈ આવ્યો
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
