badhe bas shushkata pushkal ane akhun nagar bhinun - Ghazals | RekhtaGujarati

બધે બસ શુષ્કતા પુષ્કળ અને આખું નગર ભીનું

badhe bas shushkata pushkal ane akhun nagar bhinun

બધે બસ શુષ્કતા પુષ્કળ અને આખું નગર ભીનું

બધે બસ શુષ્કતા પુષ્કળ અને આખું નગર ભીનું

નથી વરસાદની અટકળ અને આખું નગર ભીનું

સતત ઝાકળના રૂપે થઈ રહ્યું છે રક્તનું પાણી

બની ગઈ ધારણા વાદળ અને આખું નગર ભીનું

પહોંચી ગઈ અનુભૂતિ હવે છેક છેલ્લી કક્ષાએ

બન્યા શબ્દો બધા પોકળ અને આખું નગર ભીનું

દીવાલોને અડી યત્નો બધા પાછા ફર્યાં આજે

તારા હોઠ પર ખળખળ અને આખું નગર ભીનું

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008