badbaki thai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાદબાકી થઈ

badbaki thai

ભરત વિંઝુડા ભરત વિંઝુડા
બાદબાકી થઈ
ભરત વિંઝુડા

વિશ્વ આખાની બાદબાકી થઈ,

તે પછી વાત માત્ર તારી થઈ.

તે મને ચોકલેટ દીધી છે,

તેં દીધી એટલે પ્રસાદી થઈ.

તેં મિલાવ્યો જો હાથ, મિત્ર થયાં,

ને મિલાવ્યો ફરી તો શાદી થઈ.

સ્વપ્નમાં તારું આવવું યા ને,

એકલા-એકલા ઉજાણી થઈ.

સૂર્ય ડૂબી ગયો હતો કિન્તુ,

તેં કહ્યું ત્યારે રાત સાચી થઈ.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999