badalwi paDshe - Ghazals | RekhtaGujarati

બદલવી પડશે

badalwi paDshe

અમીન આઝાદ અમીન આઝાદ
બદલવી પડશે
અમીન આઝાદ

સંકુચિત જે હશે સીમાઓ બદલવી પડશે,

દૂર મંજિલ છે તો દુનિયાઓ બદલવી પડશે.

વચ્ચે રજની રહે એમ ઉષાને મળશું,

એટલે બધી સંધ્યાઓ બદલવી પડશે.

રહે કોઈનું મંદિર, કોઈની મસ્જિદ,

ધર્મ ને ધર્મની શાખાઓ બદલવી પડશે.

વિશ્વમાં પ્રેમની ભાષાને સજીવન કરવા,

રોષ ને દ્વેષની ભાષાઓ બદલવી પડશે.

ચિત્ર છું પૂર્ણ કળાકારનું, પણ કહેવા દો,

ચિત્રમાંની ઘણી રેખાઓ બદલવી પડશે.

કોઈ પ્રેમાળની સન્માનવા ઇચ્છાઓને,

હા, અનિચ્છાએ અનિચ્છાઓ બદલવી પડશે.

આખરે નિરાશાની રહી વાત ‘અમીન',

કોઈ કહેતું હતું આશાઓ બદલવી પડશે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4