badhaye manawi sarkhano bhram sacho nathi paDto - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

'બધાયે માનવી સરખાનો' ભ્રમ સાચો નથી પડતો

badhaye manawi sarkhano bhram sacho nathi paDto

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
'બધાયે માનવી સરખાનો' ભ્રમ સાચો નથી પડતો
ભાવેશ ભટ્ટ

'બધાયે માનવી સરખાનો' ભ્રમ સાચો નથી પડતો

અમુકની રાહ જોવામાં મને વાંધો નથી પડતો

તમે ફુરસત લઈ આવો તો બીજે ક્યાંક પાડીએ

અહીં પૃથ્વી ઉપર ફોટો બહુ સારો નથી પડતો

હતું બસ આટલું આકાશની ઊંચાઈનું તારણ

પડે છે જેટલો વરસાદ તાજો નથી પડતો

સિતારા જેટલા દેખાય છે, તડજોડવાળા છે

ટકે છે કે જે સૂર્યની સામો નથી પડતો

હતાશા ઊંચકી ભારે પગે છત પર ચઢ્યો હમણા

છે એની છાપ કે જ્યાં જાય ત્યાં પાછો નથી પડતો

હજીયે કૈંક આંખોમાં બચી છે આટલી ધરપત

પડે છે રાત, એવો તો હજી દા'ડો નથી પડતો

જગત પર કેટલો મોટો છે ઉપકાર કુદરતનો

પડે જો બદનજર કોઈની તો ડાઘો નથી પડતો

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.