warta puri thai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વારતા પૂરી થઈ

warta puri thai

હરદ્વાર ગોસ્વામી હરદ્વાર ગોસ્વામી
વારતા પૂરી થઈ
હરદ્વાર ગોસ્વામી

કોરા કાગળમાં વહેલી વારતા પૂરી થઈ.

આખરે લ્યો, નહિ લખેલી વારતા પૂરી થઈ.

લોકના હોઠે હજુ ચાલ્યા કરે છે ક્યારની,

ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.

તોપના રસ્તા બધાએ મઘમઘી ઊઠશે હવે,

રાજકુંવરીએ કહેલી વારતા પૂરી થઈ.

દોસ્ત દસ માથાંઓ છાતી ઠોકતાં ઊભાં રહ્યાં,

રામને શરણે થયેલી વારતા પૂરી થઈ.

એક પ્રકરણ છાતીમાં અટકી ગયું છે, શું કરું?

જાત સોંસરવી ગયેલી વારતા પૂરી થઈ.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 190)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008