રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?
tame kyanna kyan jaine bethan chho aaje?
ક્યાં કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?
કહો, કોણ કોના હિસાબો તપાસે? તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?
હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, સમય પર તમે ચાલ સમજ્યાં સમયની,
બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?
હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાઘી કસમો,
હું છું એ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંનાં ક્યાં જઈને બેઠાં છો આજે?
કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંનાં ક્યાં બેઠાં છો આજે?
વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું, ટાઢું, ક્યાં ફેફસાંમાંથી હું આગ કાઢું
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?
સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઇચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું સીમાપારના આ મુકામે, તમે ક્યાંનાં ક્યાં જઈને બેઠાં છો આજે?
kyan karnothi ne kona prtape, tame kyanna kyan jaine bethan chho aaje?
kaho, kon kona hisabo tapase? tame kyanna kyan jaine bethan chho aaje?
hato mulno ne rahyo mulman hun, samay par tame chaal samajyan samayni,
bani phal majana unchi koi Dale, tame kyanna kyan jaine bethan chho aaje?
hati shwasman je dishao, hawao ane sathe rahewani wankhaghi kasmo,
hun chhun e chhatina tutya prwase, tame kyannan kyan jaine bethan chho aaje?
kadi ek rawan, kadi kans ek ja hata purta tamne awtarwane,
ame aaje lakho hajaro wachale, tame kyannan kyan bethan chho aaje?
wirah, jhankhna, yaad, dukha saghalun, taDhun, kyan phephsanmanthi hun aag kaDhun
pawan joie je aganne jiwaDe, tame kyanna kyan jaine bethan chho aaje?
samay, shabd ne arthni bahar aawi, badhi ichchha tyagi ne howun watawi,
ubho chhun simaparna aa mukame, tame kyannan kyan jaine bethan chho aaje?

સ્રોત
- પુસ્તક : શબ્દો છે શ્વાસ મારા (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : વિવેક મનહર ટેલર
- પ્રકાશક : સ્વયમ્ પ્રકાશન
- વર્ષ : 2011