sani mara - Ghazals | RekhtaGujarati

સાંઈ મારા

sani mara

શિવજી રુખડા શિવજી રુખડા
સાંઈ મારા
શિવજી રુખડા

સાંઈ મારા આંગળી પકડો હવે,

સાંઈ મારા આંખથી જકડો હવે.

માંડ દરવાજા લગી આવ્યા અમે,

સાંઈ મારા આમ ના તગડો હવે.

એકડો ઘૂંટાવજો પરથમ, પછી,

સાંઈ મારા ઘૂંટશું બગડો હવે.

પાનખર ને ખીલવાની વાતનો,

સાંઈ મારા ટાળજો ઝઘડો હવે.

‘દર્દ’ મીરાં જેમ શ્રદ્ધા છે ઘણી,

સાંઈ મારા ઘોળશું વખડો હવે.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008