nathi phela nathi chhella ame wachche - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નથી પ્હેલા નથી છેલ્લા અમે વચ્ચે

nathi phela nathi chhella ame wachche

દર્શક આચાર્ય દર્શક આચાર્ય
નથી પ્હેલા નથી છેલ્લા અમે વચ્ચે
દર્શક આચાર્ય

નથી પ્હેલા નથી છેલ્લા અમે વચ્ચે,

નથી વૃક્ષો નથી વેલા અમે વચ્ચે.

કઈ રીતે તમારાથી ઉકેલાશું?

નથી ગાંડા નથી ઘેલા અમે વચ્ચે.

સમયના બંધનો સાથે અહીં આવ્યાં,

નથી મોડા નથી વ્હેલા અમે વચ્ચે.

બધું જાણી જણાવી સિદ્ધ શું કરશું?

નથી ગુરુ નથી ચેલા અમે વચ્ચે.

અનાદિ કાળથી વ્હેતા હતા જળવત્,

નથી ચોખ્ખા નથી મેલા અમે વચ્ચે.

સ્રોત

  • પુસ્તક : સાંસોટ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : દર્શક આચાર્ય
  • પ્રકાશક : વિશ્વગાથા
  • વર્ષ : 2021